Rajkot: રેસ્ટોરંટમાં કોરોના દર્દીઓની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો, એક દિવસના 18 હજાર વસૂલતો હતો
Continues below advertisement
રાજકોટના એક રેસ્ટોરન્ટમાં કોવિડ હોસ્પિટલ શરુ કરી કોરોના દર્દીઓની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો છે. કોરોનાના દર્દીઓ પાસેથી એક દિવસના 18000 રૂપિયા લેતા હતા. નકલી ડોકટર શ્યામ રાજાણી વિરૂદ્ધ પોલીસ ફરીયાદ થઈ છે અને તેના પિતા હેમંત રાજાણીની ધરપકડ કરાઈ છે. શ્યામ રાજાણીની શોધખોળ ચાલી રહી છે. આ પહેલા પણ શ્યામ રાજાણી વિવાદમાં આવ્યો જતો. 2019 માં નકલી તબીબ તરીકે શ્યામ રાજાણીની ધરપકડ થઈ હતી. તેના પિતા હેમંત રાજાણીની સિવિલ હોસ્પિટલમાં દવાની ચોરી મામલે ધરપકડ થઈ હતી.
Continues below advertisement