Rajkot Fire Tragedy | હૃદયને વલોવી દેતી ગેમઝોન આગની ઘટના, આ વાક્ય બોલી ગાયત્રી બા રડી પડ્યાં

Continues below advertisement

Game zone Fire:કાળજુ કંપાવી દેતી રાજકોટ ટીઆરપી (rajkot TRP Game zone)   ગેમઝોન આગની ઘટનાને લઇને લોકોમાં ભારે આક્રોશ છે. આજે રાજકોટ કોંગ્રેસે આ મામેલ વિરોધ પ્રદર્શન કરીને દોષિતને સજા આપવા  માંગ કરી હતી. રાજકોટ ગેમ ઝોનમાં (rajkot TRP Game zone) બનેલી આગની ઘટનાએ 28 લોકોના જીવ લીધા. આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં આક્રોશ અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદન છે. રાજકોટ કોંગ્રેસે પણ આ દુર્ઘટનાનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે. આ ઘટનાના પગલે રાજકોટ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોગ્રેસ નેતાઓએ કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઇને કોંગ્રેસ નેતા ગાયત્રી બા ભાવુક થયા હતા અને ધ્રુસકે ધ્રુસકે ચોધાર આસુંએ રહી પડ્યાં હતા.  રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું, આવી ઘટના ક્યારેય ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram