Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
રાજકોટથી સમાચાર: નોકરી સ્થળમાં બદલી માટે વાયરલ ઓડિયો ક્લીપના કેસમાં કાર્યવાહી . રાજકોટમાં નોકરી સ્થળમાં બદલી માટે વાયરલ ઓડિયો ક્લીપના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરમાં ફરત બજાવતા રાજેશ શિલુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ મહિલા પોલીસકર્મી અને રાજેશ શિલુ વચ્ચેની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. વાયરલ ઓડિયોમાં 2500 થી લઈને 5000 રૂપિયા આપવા પડે તેવી વાતનો ઉલ્લેખ કરાયો હતો. સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા અને હવે રાજેશ શિલુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઓડિયો ક્લીપમાં રાજેશ શિલુ કહેતા સંભળાય છે, "એસીપી સાહેબને કીધું મે બધે ની પહોંચીએ તમારો એકનું પહોંચાશે બરોબર હહા એટલે મે કીધું બધાને ન આપી શકે ને જાલા સાહેબ એને બદલવાનું કે છે મને કે કામ કરો ને મારી ઓફિસમાં લઈ લો એમને એટલે પણ આયા રાખોને મને એટલે એ તો હવે મારે કાલે આટલી આ પાડી છે એટલે એને કઈ દેશ કે તમે જાલા સાહેબને એમ કઈ દેજો. જાલાસર કેટલા માંગે છે? 2500 હે 2500 2500 હ પણ પાછું એવું છે હવે એ આપણે અહી વાત કરી એટલે હવે તમાનો જાલા સાહેબને આપણે હા પાડીએ ને હ હ તો એ પાછું હવે એસીપી સાહેબને જાલે બેયનું થઈ જાય બેયને કરવું પડે એવું થાય પણ એમને રાજા છે. હું કામ તો કરું છું એમ એની બીજી જગ્યા ઊભી ન કરી હકે પૈસા જેને જોતા હોય તો બીજી જગ્યા ઊભી કરી હકે ને કરી હકે કરી હકે પણ આ એસીપી સાહેબની ચેનલમાં તમને કોઈ ડિસ્ટરબન ન કરે એવું હું કેવર અને આપણે આ એસીપી સાહેબને એકને હાચું લેવાનું એસીપીશર કેટલા પાંચ હહ."
આ ઓડિયો ક્લીપમાં રાજેશ શિલુ નોકરી સ્થળમાં બદલી માટે પૈસા માંગતા સંભળાય છે. આ મામલે પોલીસ કમિશનર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.