Record Break Jeera Price | ગોંડલ યાર્ડમાં 20 કિલો જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551 રૂપિયા બોલાયો
gujarati.abplive.com
Updated at:
30 Dec 2023 07:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRecord Break Jeera Price | રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં નવા જીરૂનો રેકોર્ડ બ્રેક ભાવ 43551 બોલાયા. મૂહુંર્તના સોદાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા. યાર્ડ ના ઇતિહાસ માં સૌ પ્રથમ પહેલી વાર ઉંચો ભાવ બોલાયો. સૌ પ્રથમ નવા જીરૂ ની 80 કિલો જીરૂની આવક જોવા મળી હતી. હરાજીમાં શ્રીફળ વધેરી ને મુહુર્તમાં નવા જીરૂ ની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં મુહૂર્તમાં 1 મણ ના ભાવ 43551/- બોલાયો હતો. મુહુર્તનો 20 કિલો જીરૂ નો ભાવ 43551/- સુધીનો ભાવ સાણથલી ના ખેડૂત ને મળ્યા હતા. યાર્ડમાંના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂ ની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારી નું હાર તોરા કરી પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું.