2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAP પાર્ટીની ભૂમિકાને લઇને નરેશ પટેલે શુ આપ્યું મોટું નિવેદન?

Continues below advertisement

2022ની વિધાનસભાની ચૂંટણી (2022 gujarat Assembly Election) અગાઉ રાજકોટના (Rajkot) કાગવડ ખોડલધામ (Khodaldham) પર પાટીદાર આગેવાનો એકમંચ પર એકઠા થયા છે.. ત્યારે બેઠકમા ઉપસ્થિત રહેવા ખોડલધામ પહોંચેલા ચેયરમેન નરેશભાઈ પટેલે (Khodaldham Chairman Nareshbhai Patel) મોટુ નિવેદન આપ્યુ. ખોડલધામના ચેયરમેન નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 2022માં પાટીદાર સમાજના મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે. 100 ટકા અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને. એટલુ જ નહી, નરેશભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજનો જે અધિકાર બને છે તેની અમે સરકારને રજૂઆત કરીશુ. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી રહેલ આમ આદમી પાર્ટીને પણ ફાયદો થવાની વાત નરેશભાઈ પટેલે કરી હતી. નરેશભાઈ પટેલે જણાવ્યું કે આમ તો ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય ફાવતો નથી.. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી પોતાના પ્રયોગોમાં સફળ રહ્યું છે.. તેને જોતા એવુ લાગે છે કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) ફાયદો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram