Navsari Rescue | વાંસદામાં ધોધ જોવા ગયેલા 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | વલસાડમાં 9નું રેસ્ક્યૂ
Continues below advertisement
Navsari Rescue | નવસારી અને વલસાડમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. નવસારીની વાંસદા પોલીસે સરાહનિય કામગીરી કરી હતી. વાંસદાના અંતરિયાળમાં આવેલા વાંગણ ગામમાં રવિવારની રજા માણવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, પરંતુ વાંગણ ગામમાં આવેલા ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા 1200થી વધુ લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતા જ વાંસદા પોલીસના જવાનો સ્થળ પર પહોંચ્યા અને જીવના જોખમે તમામ લોકોને બચાવ્યા હતા. તો સહેલાણીઓએ પણ વાંસદા પોલીસની આ કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો. નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વાંસદા તાલુકામાં આવેલા અંતરિયાળ વાંગણ ગામમાંથી 1200 થી વધુ પ્રવાસીઓને પોલીસે સુરક્ષિત બચાવ્યા હતા. પ્રવાસીઓ વાંગણ ગામમાં આવેલા પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે પહોંચ્યા હતા.
Continues below advertisement