Surat: 14 દિવસની બાળકીનું કોરોનાથી મોત, દીકરીની લાશને હૈયે લગાવી પિતાએ કર્યું હૈયાફાટ રૂદન
Continues below advertisement
સુરતમાં વધુ એક 14 દિવસની બાળકીનું કોરોનાથી મૃત્યુ થયું છે. 14 દિવસની બાળકીનું મૃત્યુ થતા હૈયે લગાવી પિતાનું આક્રંદ સામે આવ્યું. વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 14 દિવસની દિકરીનું નિધન થતા દિકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો વરસી પડી. હોસ્પિટલનાં ડોક્ટર્સ અને નર્સની આંખો પણ ભીની થઈ ગઇ. કોરોનાની બીજી લહેર બાળકો માટે પણ ઘાતક સાબિત થઈ છે. બાળકો વેન્ટીલેટર અને ઓકિસજન પર સારવાર લઈ રહ્યાં છે.
Continues below advertisement