Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચાર

Continues below advertisement
Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચાર
 
ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત નીપજ્યા છે. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા ચાર કામદારો મોતને ભેટ્યા. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ કામદારોના મોત થયા. વાલ્વ લીકેજ થતા ગેસ ગળતર થયું હતું, જેના પરિણામે ચાર કામદારોના મોત થયા છે. દહેજ પોલીસે મૃતકોનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
આજે વહેલી સવારે આ ઘટના છે, જેમાં દહેજ ઔદ્યોગિક વસતામાં આવેલી જે જીએફએલ કંપની છે, એના સીએમએસ પ્લાન્ટમાં જે ગેસ લીકેજ થતા આ ઘટના ઘટી હતી. જે કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા એમને સારવાર અર્થે સરકારી અને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના બાબતે જે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને મામલતદાર અને ત્યાંના જે સ્થાનિક પોલીસ છે એ પણ તપાસ કરી રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram