Surat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

Continues below advertisement


પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી. સ્વામી વિવેકાનંદ બોય્ઝ હોસ્ટેલના 106 નંબરના રૂમમાં 31 ડિસેમ્બરની રાત્રે વિદ્યાર્થીઓએ દારૂ પાર્ટી કરી. દારૂ પાર્ટી કરતા વિદ્યાર્થીઓએ ચિયર્સની બુમ પાડતા રજિસ્ટારે રેડ કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ.. વિદ્યાર્થીઓના રૂમમાંથી દારૂની બોટલ, ઈ સિગાર પણ મળી આવી. કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાંથી પણ એક વિદ્યાર્થી નશાની હાલતમાં ઝડપાયો હતો. જ્યારે અન્ય પાંચ વિદ્યાર્થી ભાગવામાં સફળ રહ્યા હતા. દારૂપાર્ટીમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ પર આગામી પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો. સાથે જ હોસ્ટેલની સદસ્યતા પણ રદ કરી દેવાઈ. 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દારૂકાંડ મામલે વીસી કિશોરસિંહ દ્વારા સૌથી મોટી કાર્યવાહી જારી છે.  દારૂકાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધિત કરાયા છે.હોસ્ટેલ સસ્પેન્ડ બાદ વિદ્યાર્થીઓની પરીક્ષા માં બેસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  યુનિવર્સિટીમાં ફેસ રીડિંગ કેમેરા લગાવવામાં આવશે.હોસ્ટેલમાં 1200 સીસીટીવી કેમેરા છે અને હવે વધુ અદ્યતન ટેકનોલોજીના 50 કેમેરા લગાવવામાં આવશે ..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram