સુરતઃ CAITએ ચીનના ઉત્પાદનનો કર્યો બહિષ્કાર, 'સ્વદેશી સામાન, હમારા અભિયાન' નામે શરૂ કરી દેશવ્યાપી ઝૂંબેશ
Continues below advertisement
સુરતમાં ફેડરેશન ઑફ ઑલ ઈંડિયા ટ્રેડર્સે ચાઈનીઝ ઉત્પાદનનો બહિષ્કાર કર્યો હતો. સ્વદેશી માસ્ક અને ચાના કપના વિતરણથી દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરાઇ હતી. સ્વદેશી સામાન, હમારા અભિમાન નામના દેશવ્યાપી અભિયાનની શરૂઆત કરાઇ હતી.
ચીનથી ભારતમાં 4 પ્રકારના પ્રોડકટની આયાત થાય છે જેમાં તૈયાર માલ,કાચો માલ,સ્પેર પાર્ટ્સ અને ટેકનિકલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. 2001 માં ચીનથી માત્ર 2 અબજ ડોલરની આયાત થતી હતી જે હવે વધીને 70 અબજ ડોલર થઇ ગઇ છે. છેલ્લા 4 વર્ષથી CAIT દ્વારા ચાઈના પ્રોડકટનો વિરોધ કરવામાં આવે છે.
Continues below advertisement