Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશ

Continues below advertisement

સુરતમાં અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશ થયો ..પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિક સાથે ઠગાઇનો કરાયો પ્રયાસ..આરોપી ભગીરથ કળથિયાએ રૂપિયા પડાવવા સલમાનના ફોટાનો દુરુપયોગના નામે કરી આપી હતી નોટિસ.

સુરતમાં સલમાન ખાનની ફોર્મના નામે ઈમેલ પર નોટિસ મોકલી નાણા પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ. કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયા જ આરોપી હોવાનું બહાર આવ્યું. પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને નોટિસ પાઠવવામાં આવી હતી. અને બોલીવુડ અભિનેતા સલમાન ખાનના નામથી નોટિસ રૂપે ચાર પાનાની ડોક્યુમેન્ટ ફાઈલ મોકલવામાં આવી હતી. નોટિસ તપાસ કરતા 15 કરોડ કમ્પોઝિશન તરીકે ચૂકવવા અને ટેક્સ લીગલ ફી 1.25 લાખ ચૂકવવાની માંગ કરાઈ હતી. જો કે કંપનીના માલિકે સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી. આ ખેલમાં કંપનીના મધ્યસ્થી કન્સલ્ટન્ટનું જ આખું કારસ્તાન નીકળ્યું. જેથી તેની ધરપકડ કરવાની કવાયત શરૂ કરવામા આવી છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram