Fake certificate scam: સુરતના ફેક ડિગ્રી રેકેટમાં વધુ 2 એજન્ટની ધરપકડ, જુઓ અહેવાલ

Continues below advertisement

Fake certificate scam:  નકલી ડિગ્રી રેકેટમાં સેલવાસ-સરથાણાથી વધુ બે એજન્ટ ઝડપાયા. આસીફ 10 હજારથી 1 લાખમાં સર્ટિ બનાવતો. ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી હતી. જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિંટીની 112 નકલી ડિગ્રી અને માર્કશીટોના રાષ્ટ્રવ્યાપી રેકેટનો પર્રદાફાશ.  સિંગણપોર પોલીસે વધુ બે એજન્ટોની ધરપકડ કરી. સેલવાસ અને સરથાણાના બંને એજન્ટોએ 16 લોકોની અલગ અલગ યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી. યશ એજ્યુકેશન એકેડમીના સંચાલક નિલેશ સાવલીયા મારફતે બનાવી. કેંગન વોટરનો વેપાર કરતા આસીફ અબ્દુલ જીવાણી ની ધરપકડ. 
સરથાણા ખાતે સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યુટ ચલાવતા કેતન શૈલેષ જેઠવાની ધરપકડ. બન્ને ઓફિસ પરથી લેપટોપ સહિતના સામાન જપ્ત કર્યો. લેપટોપ અને કોમ્પ્યુટરના ડેટામાં કેટલીક એન્ટ્રીઓ મળી. જેના પરથી પોલીસે આવા નકલી સર્ટિફિકેટ કોને કોને બનાવી આપ્યા. તેની માહિતી મેળવી આગળની તપાસ કરશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram