Cyber Sanjivani 3.0 | સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનો કેન્દ્રીય મંત્રી પાટીલ-સંઘવીની હાજરીમાં પ્રારંભ
Cyber Sanjivani 3.0 | ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા છે. સાઈબર ક્રાઈમની અંદર, ખાસ કરીને મારે બે-ત્રણ મુદ્દાઓ આપ સૌની સમક્ષ મૂકવા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ક્રાઈમો થતા હોય છે. ફાઇનેન્શિયલ ક્રાઈમો બી એટલા જ મહત્વના છે. સાઈબર ટેરરીઝમ બી એક ખૂબ મહત્વનો આનો ભાગ છે. એ જ રીતે, ફેક પરસેપ્શન બનાવવાનું કામ બી આજ સાઈબર ક્રાઈમનો એક ભાગ છે.
હું આજે આપ સૌની સમક્ષ બે મુદ્દા ઉપર ખૂબ મહત્વનું ધ્યાન આપ સૌનું દોરવા માંગું છું. ફાઇનેન્શિયલ ક્રાઈમના આપણે અનેક દ્રશ્યો જોયા બી છે. અનેક લોકોએ અનેક નજીકના લોકોને એના ભોગ બનતા બી જોયા હશે. સોશિયલ ક્રાઈમનો સોશિયલ ઈમ્પેક્ટ બી કેટલી નેગેટિવ છે એ બી આપણે સૌ લોકોએ જોયું છે. સાઈબર ટેરરીઝમ બી એક ખૂબ મોટો ભાગ છે જેની ઉપર બી આપણે સૌ લોકોની નજર હોવી ખૂબ જરૂરી છે.
નાની ઘટનાને કઈ રીતે કટ્ટરતા તરફ લઈ જવાય તે બી સાઈબરનો એક ખૂબ મોટો ભાગ છે. અને જરૂરી નથી કે એ કટ્ટરતા બનાવવા માટે, કટ્ટરતા તમારા સૌની અંદર કઈ બી કરીને નાખવા માટે કામ કરનાર લોકોએ માત્ર આપણા જ શહેરના, આપણા જ રાજ્યના કે આપણા જ દેશના હોય. આ કટ્ટરતા તમારી અંદર લાવવા માટે માત્ર દેશની જે કોઈ લોકો છે એટલા જ નહીં, પરંતુ વિદેશી તાકાત બી એની ઉપર ખૂબ મોટું કામગીરી કરતી હોય છે. જેનું આપણે સૌ લોકોને અંદાજો હોવો ખૂબ જરૂરી છે.