Surat Police: સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ

Continues below advertisement

સુરતના સચિન સુડા આવાસ વિસ્તારમાં આરોપી અનિલ કોમડી ઉર્ફ અનિલ મરઘીનું સરઘસ સચિન પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદ સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં રોફ જમાવવાનો આરોપીને ભારે પડ્યું છે. 

સુરત શહેરમાં માથાભારે આરોપીઓ પોતાના વિસ્તારની અંદર ગેંગ બનાવીને સક્રિય થઈ જતા હોય છે અથવા તો પોતાના નામે લોકોને ધરાવી ધમકાવીને રાખતા હોય છે આવા સક્ષો સામે સુરત પોલીસ સતત લાલ આંખ કરતી હોય છે આવા સામાજિક તત્વોનો જે તે વિસ્તારની અંદર ખોફ ના રહે તેના માટે પ્રયાસ કરવામાં આવે છે..

સુરતના સચિન વિસ્તારની અંદર અનિલ કોમેડી નામના ઈસમનો ભારે ત્રાસ છે. થોડા દિવસ અગાઉ સચિન સોડા આવાસમાં એક વ્યક્તિ ઉપર લાકડાના ફટકાર વડે હુમલો અનિલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. સમયાંતરે આ પ્રકારની ઘટનાઓને તેના દ્વારા અંજામ આપવામાં આવતો હતો. નજીર બાબતે યુવક ઉપર હુમલો કરવાની ઘટના બાદ સચિન પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો જે વિસ્તારની અંદર તેણે હિંસક હુમલો કર્યો હતો તે જ વિસ્તારમાં અનિલ કોમેડીને સરઘસ કાઢે ફેરવવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram