સુરતમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ, યુવતીના પ્રેમમાં પાગલ મિત્રએ બીજા મિત્રની કરી નાખી હત્યા
Continues below advertisement
સુરતમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો હતો. આ ઘટના પતિ પત્ની ઓર વો નહીં પરંતુ એક યુવતીના 2 પ્રેમી હતા. જેમાં યુવતીના પ્રેમમાં પાગલ મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી, પથ્થરના ઘા ઝીંકી હત્યા કરનાર બે હત્યારા ઓની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. સુરત ના સચીન જીઆઇડીસીના તલંગપુર ખાતે સાંઇ જ્યોતિ સોસાયટીમાં રહેતા યુવકની તેના બે મિત્રોએ પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા પાછળનું કારણ બે મિત્રો પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ હતા. પ્રણય ત્રિકોણમાં થયેલી હત્યા બાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપી બે શખ્સોની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ત્રી હત્યારાને વધારે પ્રેમ કરતી હતી અને તે ભગાડી દિલ્હી લઈ જવાનો હતો. મિત્રનો કાંટો કાઢવા માટે અન્ય બે મિત્રોએ પોતાના જ એક મિત્રને શનિવારે મોડીરાતે મોતને ઘાટ ઉતારી દીધો હતો. સચીન જીઆઇડીસી પોલીસે હત્યારા અભય અને અનિલને રવિવારે મોડીરાત્રે દબોચી લીધા હતા.મરણ જનારનું નામ પ્રદીપ ઉર્ફે દિપક ચૌહાણ છે અને તે જીઆઇડીસીમાં મજૂરી કામ કરે છે. પ્રદીપનું તેની નજીકમાં રહેતી પરિણીત સ્ત્રી જોડે પ્રેમ થયો હતો. થોડા વખત પછી સ્ત્રીએ પ્રદીપને છોડીને તેના જ મિત્ર અભયના પ્રેમમાં પડી હતી. જેના કારણે બન્ને મિત્રો વચ્ચે ઝઘડો પણ થયો હતો. આજ ઝઘડાની અદાવતમાં અભય અને અનિલે પ્રદીપની હત્યા કરી નાખી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. એસીપી જે કે પંડ્યાએ કહ્યું કે, આરોપીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં બન્નેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Continues below advertisement