Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
abp asmita
Updated at:
29 Jun 2024 07:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના અડાજણ વિસ્તારમાં સ્કૂલ રિક્ષાનો અકસ્માત. 3 વિદ્યાર્થીઓને ગંભીર અને 5 ને સામાન્ય ઈજા. ઘાયલ બાળકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ.
અડાજણ વિસ્તારમાં રહેતા બાળકો સ્કૂલ જતી વખતે સ્કૂલ રીક્ષામાં બેઠા હતા. તે દરમિયાન ગુજરાત ગેસ સર્કલ પાસે અમૂલ પાર્લરની સામે એકાએક અકસ્માત થયો હતો. સ્થાનિક લોકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, એક્ટીવા ચાલક મોબાઈલ પર વાતો કરતા મોપેડ હંકારી રહ્યો હતો. એકાદ જણે બ્રેક મારતા તેની પાછળ આવતી કારે પણ બ્રેક મારી હતી અને તે દરમિયાન જ પાછળથી પસાર થતા રીક્ષા ચાલકની કાર સાથે ટક્કર થતા રીક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ત્રણ બાળકોને માથાના ભાગે અને મોઢાના ભાગે ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.