Surat: બાંગ્લાદેશી ધરપકડમાં સૌથી મોટો ઘટસ્ફોટ, પશ્ચિમ બંગાળમાથી બાંગ્લાદેશીના બન્યા ભારતીય ડોક્યુમેન્ટ
સુરત SOG પોલીસે બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર આ શખ્શએ હિન્દુ નામ ધારણ કરીને બોગ્સ દસ્તાવેજ બનાવ્યા હતા . જે ગેરકાયદેસરરીતે ભારતમાં રહેતો હતો. તેની પ્રવૃત્તિઓ અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત SOG પોલીસને મળી મોટી સફળતા. બાગ્લાદેશી શખ્સ હિંદુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલ ભારતીય પાસપોર્ટ,આધારકાર્ડ,પાનકાર્ડ તથા એલ.સી.સાથે ઝડપાયો. આરોપી મિનાર હેમાયેત સરદારની ધરપકડ કરાઈ છે. આરોપી મિનાર હેમાયત સરદારની શાળાની એલ.સી પશ્ચિમ બંગાળમાં બની. અને પશ્ચિમ બંગાળમાં એલ.સી.પરથી આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ બનાવ્યા. પશ્ચિમ બંગાળના દસ્તાવેજ પરથી બનાવેલ પાસપોર્ટથી આરોપી વિદેશ પ્રવાસ પણ કરી આવ્યો હતો.
નોંધીય છે કે આરોપીએ બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધો હતો. બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ અને LC પણ બનાવી લેતા સરકારી વિભાગોની કામગીરી સામે પંપ્રશ્નાર્થ ઉભા થયા છે. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે વર્ષ 2020માં સાતખીરા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસ્યો હતો. બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને તેણે ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યો હતો.