Surat Crime Updates | સગીરા પર દુષ્કર્મના બે આરોપીઓ પર ફાયરિંગ કરી પોલીસે ઝડપ્યા, એક ફરાર

Continues below advertisement

વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં વધુ એક શરમજનક ઘટના બની છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી. તે દરમિયાન ત્રણ નરાધમોએ આવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરીને યુવકને ભગાડી દીધો હતો. આ બાદમાં ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના મિત્રએ ગામમાં પહોંચીને જાણ કરતા ગ્રામજનો મદદે આવ્યા અને સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

સગીરા મળતાં તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવ્યું. આ અંગેની પોલીસને જાણ કરતા રાત્રે જ અલગ અલગ ટીમો બનાવી ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. હાલ આ કેસમાં પોલીસે બે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. જેની ધરપકડ માટે તજવીજ શરૂ છે. જ્યારે ત્રીજા આરોપીની ઓળખ હજી બાકી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram