Surat Firing Case | સુરતમાં ફાર્મ હાઉસના માલિક પર 3 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે હાથ ધરી તપાસ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Firing Case | કામરેજ તાલુકાના કઠોદ્રા ગામે ગત મોડી સાંજે એક ફાર્મ હાઉસ ના મલિક અશોક ડાખરા પોતાના ફાર્મ બહાર રોડ પાસે કોના કોપર્સ ના વૃક્ષ નું કટિંગ કરી વૃક્ષો ફરતે નેટ લગાવી રહ્યા હતા ,કાપેલા વૃક્ષની ડાળખીઓ રોડ પર પડતા રોડ બંધ થયો હતો દરમ્યાન રોડ પર થી બાઇક પર પસાર થઈ રહેલા ત્રણ યુવકો એ રોડ કેમ બન્ધ કર્યો છે કહી ફાર્મ હાઉસ ના મલિક સહિત કામ કરી રહેલા વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી હતી જોકે તે સમયે ત્રણેય યુવાનો ત્યાંથી ચાલી ગયા હતા પરંતુ થોડા સમય પછી ત્રણેય યુવાનો અન્ય મિત્રો સાથે ફરીથી ફાર્મ હાઉસ પર ગયા હતા અને ત્યાં ફાર્મ હાઉસ ના માલિક સહિત હાજર પરિવાર ના લોકો સાથે ઝપાઝપી કરી હતી જોકે ગભરાય ગયેલા ફાર્મ હાઉસના માલિકે પોતાની લાઇસન્સ વળી રિવોલ્વર માંથી યુવકો ને બીવડાવવા હવા માં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા ,અને ત્યારબાદ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.