સુરત: કિરણ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આક્ષેપ, જીવતી બાળકીને બ્રોટ ડેડ લખીને સિવિલમાં રિફર કરી દીધી

Continues below advertisement
સુરત : કિરણ હોસ્પિટલની સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. મજૂર પાસેથી રૂપિયા ન મળતા બાળકી ને બ્રોટ ડેડ જાહેર કરી નવી સિવિલ માં રીફર કરી દીધી હોવાના આક્ષેપ લાગ્યો છે. મૃત જાહેર કરાયેલી બાળકીનું હૃદય ધબકતું હતું છતાં કિરણ હોસ્પિટલે ડિસ્ચાર્જ કરીને સિવિલમાં રિફર કરી હતી.  સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. કતારગામ શાસ્ત્રી નગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદર પરથી પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી આર્મીને કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram