Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠ
Continues below advertisement
સુરતની લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠ. લિંબાયતમાં એક વેપારીને સૌરભ કાલીયાએ તલવાર બતાવી માર મારી ખંડણીની માગણી કરી હતી. વેપારીની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. જેના આધારે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે લોકો ભયમુક્ત થાય તે માટે પોલીસે આરોપીની ધરપકડ કરી જ્યાં આતંક મચાવ્યો હતો તે વિસ્તારમાં લઈ જઈ જાહેર જનતા સમક્ષ માફી મંગાવી હતી. પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવતા આ વિસ્તારના અન્ય માથાભારે અને તોફાનીઓ ભોભીંતર થઈ ગયા હતાં.
Continues below advertisement