Surat News | સુરતમાં સમલૈંગિક સંબંધ બાંધવા બોલાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ, 3ની ધરપકડ
Surat News | સુરતમાં હનીટ્રેપની ઘટના બાદ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.જે ઘટના હનીટ્રેપ કરતા બિલકુલ અલગ છે.આરોપીઓ દ્વારા રૂપિયા પડાવવા હવે નવો માર્ગ અપનાવ્યો છે.જ્યાં સોસીયલ મીડિયા એપથી સમલૈંગિક સંબંધો બાંધવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકોનો સંપર્ક કરી બોલાવતા અને ત્યારબાદ બીભત્સ વિડીયો ઉતારી બ્લેકમેલ કરતા હતા.આવી જ એક ગેંગને અમરોલી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.જે ગેંગના આરોપીઓ માં એક સગીરનો સમાવેશ થાય છે.
સુરતના અમરોલી વિસ્તારમાં સમલૈંગિક સંબંધો બાંધવાના નામે યુવકને બોલાવી ચાર જેટલા લોકો દ્વારા રૂપિયા અઢી લાખ જેટલી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમરોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય યુવકને બ્લુડ લાઈવ એન્ડ ડેટિંગ એપ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સોશિયલ મીડિયા એપ પરથી આવેલી ફ્રેમ રિક્વેસ્ટ આ યુવક દ્વારા સ્વીકારવામાં આવી હતી.અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા યુવક જોડે ઓનલાઈન ચેટિંગ શરૂ થયું હતું. જે બાદ સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી યુવકને અમરોલી વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો. અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બોલાવી યુવકનો બીભત્સ વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો.