Surat News | સુરતમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ લગાવનાર 3 આરોપીની ધરપકડ

Continues below advertisement

Surat News | સુરતના ઉધના તરણકુંડ પાસે આવેલા અક્ષરકુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં ગત ૧૩ નવેમ્બરના રોજ આગ લાગી હતી જેમાં ૧૮ મોટર સાયકલ તેમજ ૨૦ ડીજીવીસીએલ કંપનીના ઇલેક્ટ્રિક મીટર તથા વાયરીંગ બળીને કુલ ૫.૮૪ લાખ જેટલું નુક્શાન થયું હતું. આ ઘટનામાં પોલીસે એક કિશોર સહીત ૩ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પેટ્રોલ ચોરી કરવા ગયા હતા આ દરમ્યાન માચીસથી સિગારેટ સળગવતા આગનો બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram