Surat PASA | સુરતમાં 3 ખંડણીખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી, જુઓ અહેવાલ
Continues below advertisement
Surat PASA | સુરત પોલીસે ફરી ઉગામ્યું પાસાનું શસ્ત્ર. ત્રણ ખંડણીખોરોને પાસા હેઠળ ધકેલાયા. સચિનના દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓ પાસેથી ગેરકાયદે હપ્તાની માંગણી કરાતા કાર્યવાહી. માથાભારે છાપ ધરાવતા જગદીશ ઉર્ફે શંભુ,રાકેશ અને સુબોધ નામના શખ્સોની પાસા હેઠળ અટકાયત. હેરકટિંગ સલૂનના માલિક પાસેથી રોજ 200 રૂપિયાના હપ્તાની માંગ કરી ધમકી આપી હતી. સલૂનના માલિકને માર પણ મારવામાં આવ્યો હતો. અન્ય દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓ પાસે પણ હપ્તાની માંગ કરાઈ હતી. ડીસીપી ઝોન-6 રાજેશ પરમારની સુચના બાદ સચિન પોલીસે કરી કાર્યવાહી. પીઆઇ આર.આર.દેસાઈએ ગેરકાયદે ખંડણી વસુલતા 31 વર્ષીય જગદીશ ઉર્ફે શંભુ કિરણ વાઘ. રાકેશ પ્રકાશભાઈ વાઘ અને સુબોધ ધર્મેન્દ્ર રામણીની પાસા હેઠળ ધરપકડ કરી હતી. જગદીશ વાઘ અને રાકેશને અમદાવાદ સહિત સુબોધને વડોદરા જેલમાં પાસા હેઠળ ધકેલાયા.
Continues below advertisement