Surat Protest | 10 લોકોનો ભોગ લેનાર સુરતના એથર કંપની આગકાંડ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 25ની અટકાયત
Surat Protest | સુરતના સચિન GIDC માં આવેલ એથર કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 10 કામદારોના કરુણ મોત નિપજયાં છે. આ દુઃખદ ઘટના માટે બેદરકારી દાખવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગણી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો. નિવૃત જજની આગેવાનીમાં કમિટીની રચના કરી તપાસ ની માંગ કરાઈ છે.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે કોંગ્રેસ દ્વારા ધરણા ની પરમિશન નહિ લેવાતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસી કાર્યકર્તા નો અયકાયત કરી હતી.વિરોધ બંધ નહિ કરવામાં આવતા 25 થી વધુ કાર્યકર્તા ની અટકાયત કરવામાં આવી છે.જોકે જ્યાં સુધી કાર્યવાહી નહિ કરવામાં આવે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે તેવી કોંગ્રેસ ની ચીમકી ઉચ્ચારી છે.