Surat VR Mall | ધમકીભર્યો ઇ-મેલ આવ્યા બાદ સુરતનો વી.આર. મોલ કરાવાયો ખાલી, જુઓ અહેવાલ

Continues below advertisement

Surat VR Mall | સુરતના વી.આર મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ મોલના ઓફિસિયલ આઈડી પર મળ્યો. એક જ ઇમેઇલ આઇડી પરથી 55 લોકોને આ મેસેજ મોકલાયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી. ત્રણ વાગ્યા બાદ મોલના સંચાલકો દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી. મોલના સંચાલકોની ગંભીર બેદરકારી એ હતી કે મેઇલ વહેલી સવારે જ આવી ગયો હતો. મોલના સંચાલકોએ 3 વાગે મેઇલ આઈડી ચેક કરી પોલીસને માહિતી આપી. સુરત ગ્રામ્ય નવસારી અને સુરત શહેર પોલીસની ટીમો દ્વારા મોલની અંદર તપાસ હાથ ધરાઇ. ચાર કલાક સુધી મોરની અંદર તપાસની કામગીરી બાદ મોલમાં બોંબ ન હોવાનો સામે આવ્યો. ઘટનાના પગલે ફાયર અને ઇમરજન્સી મેડિકલ સ્ટાફને પણ ઘટના સ્થળે બોલાવી લેવાયો હતો. તો મોલમાંથી બૉમ્બ જેવી કોઈ પણ વસ્તુ ન મળતા તો કોઈ હાશ કરો અનુભવ્યો. પોલીસ બૉમ્બ સ્કોડ ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram