Surat | મહાકાય ક્રેઈન પલટી જવાનો LIVE વીડિયો જોઈ તમે ચોંકી જશો | Abp Asmita | Watch Video
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં મેટ્રોની કામગીરી ફરી વિવાદમાં આવી. નાના વરાછા રોડ ઉપર મેટ્રોની કામગીરી સમયે મહાકાય ક્રેન પલટી જતાં અફરાતફરી મચી ગઈ. વરાછા ચોપાટી અને સ્વામિનારાયણ મંદિર સેક્શન પણ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે બે હેવી હાઈડ્રોલિક ક્રેનની મદદથી એલજીપોકર મુકાઈ રહ્યું હતું. ત્યારે એક ક્રેનનું હાઈડ્રોલિક પ્રેશર અચાનક ઘટી ગયું જેના કારણે ક્રેનનું સંતુલન ખોરવાયું અને તૂટીને મકાન પર પછડાય. મેટ્રોની કામગીરી દરમિયાન મહિનામાં આ બીજો મોટો અકસ્માત છે. ઘટનાની જાણ થતા. વિભાગની ટીમ અને મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. સદનસીબે દુર્ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી. સુરતના સાંસદ મુકેશ દલાલે પ્રતિક્રિયા આપી કે મેટ્રો પ્રશાસને કાળજી લેવી જોઈએ. તો ભાજપ ધારાસભી કુમાર કાંડાણીનું પણ કહેવું છે કે મેટ્રોના બે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.