સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેમ્પોને પ્રવેશબંધી, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત: સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ટેમ્પોને પ્રવેશબંધી કરવામાં આવશે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. સવારે 9 થી 12 અને સાંજે 6 થી રાત્રે 9 સુધી ટેમ્પો પ્રવેશબંધી કરાશે. સુરતમાં ટેક્સટાઇલ વ્યાપાર માટે રોજ 4000 થી વધુ વાહનો એકસાથે માર્કેટમાં આવતા જતા હોય છે. 145 માર્કેટ અને 4000 થી વધુ દુકાનોમાં કાપડ વેપાર થાય છે. ત્યારે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થાય છે અને કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે.
Continues below advertisement