Surat માં સતત બીજા દિવસે જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ, મોટી સંખ્યામાં લોકો થયા એકઠા
Continues below advertisement
સુરતમાં એક બાદ એક રાત્રી કર્ફ્યૂના ભંગ અને જાહેરમાં બર્થડેની ઉજવણીના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. સુરતમાં ધાસતીપુરા વિસ્તારમા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણીમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. બંટી નામના યુવકના જન્મદિવસની પાર્ટી કરવામાં આવી હતી. પાર્ટીમાં દારૂની બોટલ સાથે પણ અમુક શખ્સો જોવા મળ્યા હતા.
Continues below advertisement