Gujarat Rain | Narmada Rain | નર્મદાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું | મંદિર-ઘરોમાં ઘૂસી ગયા પાણી

Continues below advertisement

નાંદોદ તાલુકામાં પડી રહેલા વરસાદ ના પગલે લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાયા. ગામમાં જવાનો રસ્તો બંધ ગ્રામજનોને પડી રહી છે તકલીફ. તંત્રની ઘોરબેદરકારીના પગલે દર વર્ષે આ ગામ માં ચોમાસા સમયે પાણી ભરાતા હોઈ છે. ગામમાંથી પાણીનો જવાનો કોઈ રસ્તો ન હોવાથી પાણી ભરાઈ જતા હોય છે . ગામ માં પાણી ભરવાના કારણે ગાડીઓ પણ પાણીમાં ડૂબી તેવા દ્રશ્યો સર્જાયા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઈંચ, નર્મદાના નાંદોદમાં એક ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં એક ઈંચ, દાહોદના સિંગવડમાં પોણો ઈંચ, તાપીના નિઝરમાં પોણો ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં પોણો ઈંચ, દાહોદના ઝાલોદમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram