કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવમાં સતત વધારો, જાણો અપડેટ્સ
ઉનાળા લીંબુની માગ વધી છે ત્યારે બીજી તરફ લીંબુના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે એબીપી અસ્મિતાની ટિમ અણદેસર ગામમાં પોહચી જ્યાં ખેડૂતો લીંબુની ખેતી કરે છે અને અહીથી સમગ્ર ભારતમાં લીંબુ પોચાડવામાં આવે છે મહેસાણા નો કડી તાલુકાનું નદાસણ. ઊંટવા અણદેસર સરસવ સહિતના ગામોમાં ખેડૂતો લીબુની ખેતી કરે છે ને અહીના ખેડૂતો રોજ હજારો ટન લીંબુનું ઉત્પાદન કરી સમગ્ર ભારતમાં લીંબુ પોચાડવામાં આવે છે અમે અણદેસર ગામના જિતેન્દ્રભાઈ પટેલ ના ખેડૂત ના લીંબુના ખેતરમાં ગયા જ્યાં અમને જાણવા મળ્યું કે આ વર્ષે સતત વાતાવરણમાં બદલાવના કારણે લીંબુના છોડમાં લીંબુ આવ્યા નથી તો બીજી તરફ પાણી ઊડા જતાં લીંબુની ખેતી બગડી જેના કારણે લીંબુનું ઉત્પાદન 90% ઘટી ગયું જે છોડ 100 કિલો લીબુ આપતા હતા તે છોડ 5 કિલો પણ લીબુ આપતા નથી જેના કારણે ખેડૂતો એ લીબુના છોડ નિકાલી નાખ્યા જેન્તિભાઇ પટેલ ખુદ 70 વીઘા જમીનમાં લીબુની ખેતી કરતાં હતા પણ હાલ 20 વીઘા જમીનમાં લીંબુ વાવેલ છે અને ઉપરથી તેમાં પણ લીંબુ આવ્યા નથી
જોકે વેપારી કહે છે કે લીબુના ભાવ આસમાને છે હાલ માર્કેટમાં 100 રૂપિય થી 150 રૂ કિલોન ભાવે લીંબુ ખેડૂતો પાસે થી લેવાય છે તો બીજી તરફ કડી અને આસપાસના ગામોમાં લીબુનું ઉત્પાદન ઘટતા હવે કર્ણાટક થી લીંબુ મગાવવામાં પડે છે જોકે એક તરફ હોલસેલના ભાવે 100 થી 150 રૂ . લીંબુ કિલો લેવાય છે ત્યારે એજ લીંબુ બજારમાં 250 થી 300 રૂ કિલો વેચાઈ રહ્યા છે જોકે ભાવ વધવા પાછળ લીંબુનું ઓછો ઉત્પાદન જવાબદાર છે