Vadodara માં દર્દીના મિત્રએ તબીબને લાફો ઝીંક્યો, બે સામે નોંધાવી ફરિયાદ
Continues below advertisement
વડોદરામાં હરણી રોડ પર આવેલી કિડનીની હોસ્પિટલમાં પ્રતિક શાહ નામના ડોક્ટર પર દર્દીના મિત્રોએ મંગળવારે રાત્રે કરેલા હુમલાના ડોક્ટરોની આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ ઘટનાના વિરોધમાં આજે ડોક્ટરો હડતાળ કરશે. આ બંધનુ એલાન આપવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનુ વડોદરા ચેપ્ટર, વડોદરા હોસ્પિટલ ડોક્ટર્સ એસોસિએશન, સેતુ ગૂ્રપ ઓફ વડોદરાનો સમાવેશ થાય છે.
Continues below advertisement