Dahod Crime | દાહોદમાં વિદ્યાર્થિની પર કર્યો બળાત્કારનો પ્રયાસ, વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં બચી ગઈ

Continues below advertisement

Dahod Crime | દાહોદમાં વિદ્યાર્થિની પર કર્યો બળાત્કારનો પ્રયાસ, વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં બચી ગઈ

શિક્ષણ જગત શર્મસાર થયું છે. દાહોદ જિલ્લાની આશ્રમ શાળાના શિક્ષક પર ગંભીર આરોપ લાગ્યા છે. ધાનપુર તાલુકાની આશ્રમ શાળાના શિક્ષક કલ્પેશ બારિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. વિદ્યાર્થિનીને બદ ઈરાદે પકડવાનો આરોપ તેમના પર લાગ્યો છે. શિક્ષકે બદ ઈરાદે પકડતા વિદ્યાર્થીનીએ બુમાબૂમ કરી અને અન્ય વિદ્યાર્થીની દોડી આવી. જેના કારણે વિદ્યાર્થીનીનો આબાદ બચાવ થયો. પોલીસે હેવાન શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેને જેલના સળિયા પાછળ ખસેડ્યો છે. ઘટના ધાનપુર તાલુકામાં બની હતી. આશ્રમ શાળાના શિક્ષક કલ્પેશ બારિયાએ વિદ્યાર્થીનીને ભોજન માટે જતાં બદ ઈરાદે પકડી હતી. વિદ્યાર્થિનીએ બુમાબૂમ કરી અને અન્ય વિદ્યાર્થીઓ દોડી આવ્યા. જેના કારણે શિક્ષક ભાગી ગયો. પોલીસે શિક્ષકને ઝડપી પાડ્યો છે અને તેને જેલમાં મોકલી દીધો છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram