Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ

Continues below advertisement

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ

વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડતી જોવા મળી છે. શહેરમાં પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્રની હત્યા કરાઈ છે. મહેતાવાડીમાં ઘર્ષણની ઘટનામાં ઘાયલોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમાર પણ પહોંચ્યા હતા. 

અહીં બાબર નામના કુખ્યાત આરોપીએ તપન પરમાર પર હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ તપન પરમારનું મોત થયું. મળતી માહિતી પ્રમાણે તપન પરમારના બે મહિના પછી લગ્ન હતા. પરંતુ કુખ્યાત આરોપીના હુમલામાં તપનનું મોત થઈ જતા પોલીસની કામગીરી સામે રમેશ પરમારે પણ સવાલ ઉઠાવ્યા છે. હાલ આરોપી બાબર પઠારની અટકાત કરીને કાયદેશરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

તપન પરમારના મિત્રે કહ્યું, અહીંયા મારા ફ્રેન્ડને પેલા મેટર થઈ હશે. તો અમે એમને જોવા આવેલા હતા. અહીંયા અમે બધા હતા અને ચા પીને અમે બે ભાઈબંધ કેન્ટીનથી બહાર નીકળ્યા અને જેવી ગાડી સ્ટાર્ટ કરું છું, એટલામાં પાછળથી ટુ- વ્હીલર આવે છે. બાબર અને એના હાથમાં આટલું મોટું ચાક્કું હતું. ચાક્કું મારી સામે જ એના પર ઘા માર્યા. હું છોડાવા ભાગ્યો પણ મને પકડી રાખ્યો. 

પોલીસે નિવેદન આપ્યું કે, ત્રણ વ્યક્તિ છે, વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા. સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે, એને પણ ઝગડો થયો હતો. એટલે એને પણ સારવાર માટે અહીંયા લાવેલા હતા અને ત્યારે કાર અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram