Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં
વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં. તાજેતરમાં SSG હોસ્પિટલમાં હત્યાનો બનાવ બન્યો હતો. તબીબો પર હુમલાની ઘટનાઓ પણ વધી છે. તેમ છતાં હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી. હોસ્પિટલના RMO એચ.એસ.ચૌહાણ અનુસાર, 57 કેમેરા બંધ હાલતમાં છે. CCTVના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો છે.ટૂંક સમયમાં બંધ CCTV ચાલુ થઈ જશે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરાની એસએસજી હોસ્પિટલ. આ સિવિલ હોસ્પિટલમાં રોજના 2000 થી વધુ દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે 20 થી વધુ વોર્ડમાં અનેક દર્દીઓ પણ દાખલ છે જોકે અનેક એકરમાં પથરાયેલી SSG હોસ્પિટલમાં સુરક્ષાના નામે અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે. હોસ્પિટલ પ્રાંગણમાં કુલ 611 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાંથી 57 કેમેરા બંધ હાલતમાં છે. હોસ્પિટલમાં રાવપુરા પોલીસ ચોકી છે તેમાં પણ કોઈ હથિયારધારી પોલીસ કર્મચારી નથી તો હોસ્પિટલમાં ફક્ત 115 ખાનગી સુરક્ષા ગાર્ડ રાખવામાં આવ્યા છે તે પણ તેમની નોકરી 8 કલાકની એમ એક શિફ્ટમાં ગણીએ તો 35 થી 38 ગાર્ડ આખી હોસ્પિટલની સુરક્ષા કરી રહ્યા છે. અહીંયા હાલમાં જ થોડા દિવસ પહેલા પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર ના પુત્ર તપન પરમારની બાબર પઠાણ નામના વ્યક્તિએ ચાકુના ઘા મારી હત્યા કરી દીધી હતી. જોકે હોસ્પિટલના રસોડા પાસે બનેલી ઘટનાની દોડધામ વગેરે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે પોલીસ ને તપાસમાં મદદરૂપ રહી હતી. 37 વર્ષમાં હોસ્પિટલમાં પહેલો ખૂનનો બનાવ બન્યો હતો. પરંતુ અનેક વિભાગોમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય. બળાત્કાર, લૂંટ, હત્યા, ચોરી જેવા બનાવના સંજોગોમાં જો સીસીટીવી જ બંધ હોય તો ગુનેગારોને મોકડુ મેદાન મળે છે. હોસ્પિટલના આર.એમ.મો કહી રહ્યા છે કે અમે વહેલી તકે બંધ સીસીટીવી કાર્યરત કરાવીશું અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખીશું.