Gay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસાર

Continues below advertisement
Dahod’s Unique New Year Ritual: આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં દિવાળી પર્વની આ વિશિષ્ટ ઉજવણી વર્ષોથી યોજાતી આવી છે.ગરબાડા અને ગાંગરડી ગામમાં નવા વર્ષના દિવસે ગાયોને વિશેષ રીતે શણગારવામાં આવે છે. પશુઓના પગમાં ઘુઘરા, માથે મોરપીંછ, મોરિંગા, ફુગ્ગા, મહેંદી સહિતની અનેક શણગાર સામગ્રીથી તેમને સજાવવામાં આવે છે. ધરતીપુત્રો પોતાના પશુધનને શણગારવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. કાર્યક્રમની શરૂઆત મેઇન બજારમાં આવેલા માતાજીના મંદિરમાં અન્નકૂટ આરતીથી થાય છે. ત્યારબાદ શણગારેલા પશુઓને ઢોલ નગારા અને ફટાકડાના તાલે દોડાવવામાં આવે છે. આ દરમિયાન એક અનોખી પરંપરા મુજબ ખેડૂતો દોડતા પશુઓના ટોળા નીચે દંડવત પ્રણામ કરે છે. સ્થાનિક માન્યતા અનુસાર, આખા વર્ષ દરમિયાન પશુઓ પાસેથી કરાવેલા કામ અને કદાચ થયેલી મારપીટના પ્રાયશ્ચિત રૂપે આ વિધિ કરવામાં આવે છે. આ અનોખો ઉત્સવ નિહાળવા દેશ પરદેશથી હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી, અભલોડ, દાહોદ અને લીમડી વિસ્તારમાં યોજાતી આ પરંપરાગત ઉજવણીમાં આજ સુધી કોઈ અકસ્માત કે નુકસાનની ઘટના નોંધાઈ નથી. જેસાવાડાનો ગોળ ગધેડો અને રણીયારનો ચૂલનો મેળો સાથે આ પરંપરા જિલ્લાની સાંસ્કૃતિક ઓળખનો ભાગ બની ગઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram