Vadodara માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોકરીના ઇન્ટરવ્યૂમાં હોબાળો, પોલીસે આયોજકની અટકાયત કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Mar 2021 07:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા (Vadodara)ના કૃણાલ ચાર રસ્તા પાસે નોકરી વાંચ્છુકોએ હોબાળો મચાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ની નોકરીના ઇન્ટરવ્યૂમાં આયોજકે પોલીસની પરવાનગી વિના ઈન્ટરવ્યૂ યોજતા પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો અને આયોજક રીતિષ સુરેશ રાવની લક્ષ્મીપુરા પોલીસે અટકાયત કરી હતી. કોરોના કાળમાં પરવાનગી વગર ઇન્ટરવ્યૂનું આયોજન કરતા નોકરી વાચ્છુંકોના ટોળે ટોળા ભેગા થયા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી પોલીસ બોલાવી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી આયોજક સામે કાર્રવાઈ કરી અને ઇન્ટરવ્યૂની કામગીરી અટકાવી જેથી ભેગા થયેલા નોકરી વાંચ્છૂકોએ હોબાળો મચાવ્યો.