Vadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુ
સાવલી તાલુકાના સામંતપુરા ગામે રહેતી મહિલાની જમીનમાં તેઓની જાણ બહાર ખોટા પેઢીના માં તૈયાર કરી સોગંદનામાં તૈયાર કરી સરકારી કચેરીમાં રજૂ કરી ને ખેડૂત બનવાના પ્રકરણમાં નાયબ મામલતદાર સાવલી અને રેવન્યુ તલાટી સાવલી સહિત કુલ ૧૬ ઈસમો સામે સાવલી પોલીસ મથકે ધારાસભ્ય ની હાજરીમાં ફરિયાદ નોંધાતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો.
સાવલી તાલુકાના સામંતપુરા ગામે આવેલી જમીન સર્વે નંબર 2532 /અ અને 2552 /૨ વાળી જમીનમાં તેમજ વિક્રમસિંહ સોલંકી ની જમીન 2532 /બ વાળી જમીનમાં તથા સર્વે નંબર 2556 અને 2583 /૧ વાળી જમીનમાં તેમજ સર્વે નંબર 2519 વાળી જમીનમાં અને 2848 વાળી જમીનમાં ખોટા મરણ ના દાખલા તેમજ પેઢીના માં અને સોગંદનામાં તૈયાર કરીને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કર્યા હતા અને મૂળ ખેડૂતોની જાણ બહાર ખેડૂત ખાતેદાર બનવાનું કૌભાંડ જમીન માલિકોના ધ્યાને આવ્યું હતું તેથી તેઓએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરી હતી અને આ બાબતે ધારાસભ્યએ તમામ ખેડૂતોને સાથે લઈને સાવલી પોલીસ મથકે આશરે સાત માસ અગાઉ રજૂઆત કરી હતી અને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને તપાસના અંતે સમગ્ર કૌભાંડમાં 16 જેટલા જવાબદાર જણાયા હતા તેના પગલે આજરોજ ધારાસભ્ય તમામ ખેડૂતોને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસે 16 ઈસમો સામે ગુનો નોંધ્યો.