Vadodara News | વડોદરામાં ઠંડી વચ્ચે શાળાના સમયમાં ફેરફારની વાલી મંડળની માગ
કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા વાલી મંડળે શાળાના સમયમાં ફેરફાર કરવાની માગ કરી છે. વહેલી સવારે પાંચ વાગ્યે બાળકોને ઉઠાડીને તૈયાર કરીને બાળકોને શાળાએ મોકલવામાં મુશ્કેલી થતી હોવાની વાલી મંડળ માગ કરી રહ્યું છે. વાલી મંડળના સભ્યોએ આજે ડીઈઓ કચેરી પર આવેદન પત્ર આપીને શાળાનો સમય સવારના સાત વાગ્યાને બદલે 8 વાગ્યાનો કરવાની માગ કરી છે.. એટલુ જ નહીં. જો બાળકો શાળાએ મોડેથી પહોંચે તો પણ શાળામાં પ્રવેશ આપવાની વાલી મંડળની માગ છે.
કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફુંકાય રહ્યા છે.. ત્યારે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. એટલુ જ નહીં.. હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સુકુ રહેવાની, સાથે જ ડિસેમ્બર મહિનામાં કોલ્ડવેવની ફ્રિકવન્સી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે