PM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?
PM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના પ્રવાસે આવ્યા છે. ત્યારે તેમણે રોડ શો યોજ્યો હતો. જોકે, આ રોડ શો તેમણે અધ્ધવચ્ચે જ અટકાવ્યો હતો. કારણ હતું, એક દિવ્યાંગ બાળકી. નરેન્દ્ર મોદીનું રોડ શો દરમિયાન એક દિવ્યાંગ બાળકી પર ધ્યાન ગયું હતું. જેના હાથમાં તેમનો અને સ્પેનના વડાપ્રધાનનો પોર્ટ્રેઇટ હતો. બાળકીને જોઈ અને પ્રધાનમંત્રી અને સ્પેનના પ્રધાનમંત્રી બંને એ પોતાની ગાડી રોકાવી ગાડીમાંથી નીચે આવ્યા અને દીકરીને મળ્યા અને તેમની પાસેથી એ ફોટા લીધા. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ દિવ્યાંગ બાળકી સાથે વાત કરી હતી. દિવ્યાંગ બાળકીએ કહ્યું કે, તેમણે મારું નામ પૂછ્યું અને પોર્ટ્રેઇટ આપવા બાદ થેંક્યું કહ્યું. મેં નરેન્દ્ર મોદી અને સાહેબનું પોર્ટ્રેટ બનાવ્યું હતું. સવારના પાંચ વાગ્યાથી પાંચ વાગ્યાથી બાળકી તેમની રાહ જોઇને અહીં ઊભી હતી. આ દીકરીનું નામ દિયા છે. અને તે ફાઇન આર્ટસમાં ભણે છે.