Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત! મેળા સંચાલક સહિત 3ની અટકાયત

Continues below advertisement

Vadodara:  વડોદરામાં બાળકોના જીવ સાથે રમત રમનારા રાઈડ સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. નાના બાળકોની એક હેલિકોપ્ટર રાઇડ ચાલુ હતી ત્યારે અચાનક તેના લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. ત્યાં હાજર સૌ કોઈએ બૂમ પાડીને તાત્કાલિક રાઈડ બંધ કરાવી દીધી હતી. આ ઘટનામાં ચાર બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું. આ મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં રોયલ મેળાના માલિક નિલેશ તુરખિયા, સુપર વાઇઝર હેમરાજ મોરે, રાઈડના ઓપરેટર યુનુસ મોહમ્મદની પણ અટકાયત કરવામાં આવી હતી. રાવપુરા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સની અટકાયત કરી હતી. પોલીસ માર્ગ-મકાન વિભાગ પાસે રાઈડનું ચેકિંગ કરાવશે.

કોંગ્રેસ નેતા અમીબેન રાવતે કહ્યું હતું કે નિયમોને નેવે મૂકીને રાઈડની મંજૂરીઓ આપવામાં આવી હતી. અગાઉની ઘટનાઓ પરથી બોધપાઠ લેવાયો નથી. હરણીકાંડ બાદ કડક નિયમો બનાવ્યા તે કાગળ પર છે. નોંધનીય છે કે રોયલ મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. બુધવારે સાંજે આ મેળામાં નાના બાળકોની રાઈડનું લોક ખુલી જતા એક બાળકી નીચે પટકાઇ હતી. રાઈડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી. બાળકીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

રોયલ મેળામાં આવેલા લોકોએ કહ્યું હતું કે નાના બાળકોની રાઇડ એકદમ ફૂલ સ્પીડમાં ફરવા લાગી હતી. છોકરાઓ ચાલુ રાઈડમાં પડવા માંડ્યા હતા. દરવાજા પણ ખુલી ગયા હતા. લગભગ ત્રણથી ચાર બાળકો પડ્યા હતા. જ્યારે સમગ્ર બનાવને લઈને ઘટના સ્થળે આવી પહોંચેલા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, રોયલ મેળાના સુપરવાઇઝર અને ઓપરેટરની અમે અટકાયત કરી છે. મેળામાં રાઈડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram