Vadodara News | વડોદરામાં કરજણની સ્કૂલમાં છતનું પોપડું પડતા વિદ્યાર્થિની ઘાયલ, જુઓ અહેવાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara News | વડોદરાના કરજણમાં આવેલ શાહ.એન.બી હાઈસ્કૂલ શાળા માં ચાલુ કલાસે વિદ્યાર્થીની પર છત ઉપરથી પોપડો પડ્યો. શાળા માં પ્રાથમિક વિભાગ માં છત નો પોપડો પડતા વિધાર્થીની ને ઇજાઓ થઇ. પ્રાથમિક વિભાગમાં આવેલ રૂમ નંબર 13માં ચાલુ કલાસે છત નો પોપડો પડ્યા નો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો. છત નો પોપડો પડતા વિધાર્થીની ને સામનીય ઇજા થતાં ખાનગી દવાખાને લઈ જવામાં આવી. કરજણ કેળવણી મંડળ સંચાલિત શાહ એનબી સાર્વજનિક હાઇસ્કુલ શાળા અને એમાં આવેલો છે પ્રાથમિક વિભાગ જેના 13 નંબરના ઓરડામાં આ ઘટના બની આ વર્ષો જૂનું બિલ્ડીંગ છે અને જળચરિત હાલતમાં છે. આ શાળા સંકુલ માં બાલવાડી થી લઈ ધોરણ 12 સુધી ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા મા શાહ એન.બી.સાર્વજનિક નું મેન બિલ્ડીંગ, પ્રાથમિક વિભાગ, ગર્લ્સ વિભાગ આવેલા છે. પ્રાથમિક વિભાગ માં ધોરણ 1 થી 8 આવેલા છે. પ્રાથમિક શાળા માં કુલ 984 બાળકો છે. પ્રાથમિક શાળા ના 3 માળે આવેલ ધોરણ 7 ના ઓરડા માં બનાવ બન્યો.