વડોદરા: ભરતસિંહ સોલંકીના સારા સ્વાસ્થ્ય માટે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવ્યો
Continues below advertisement
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી કોરોના ની ચપેટ માં આવ્યા છે, ભરતસિંહ સોલંકી હાલ અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ના કાર્યકરો દ્વારા તેઓના સ્વસ્થ ને લઇ ઠેર ઠેર પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે ત્યારે પાદરા તાલુકા કોંગ્રેસ ના યુવાનો દ્વારા ભરતસિંહ સોલંકી ની તબિયત માં સુધારો આવે અને તેમનું સ્વંસ્થ જળવાઈ રહે અને જલ્દી સજા થઈ જાય તે માટે ડબકા ના મૂળરાજ સિંહ ચાવડા તેમજ ડબકા ગામના સરપંચ મહેશ જાદવ દ્વારા મહાદેવનો રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.
Continues below advertisement