Australia News: હવે 16 વર્ષથી ઓછી વયના બાળકો નહીં કરી શકે સોશિયલ મીડિયાનો ઉપયોગ,જુઓ નવો કાયદો

Continues below advertisement

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ  મૂકતો કાયદો પસાર કર્યો છે, જે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુરુવારે પસાર થયેલા આ કાયદામાં ખાસ કરીને Instagram, Facebook અને Tiktok જેવા પ્લેટફોર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ, 16 વર્ષથી નાના બાળકો હવે આ પ્લેટફોર્મ પર લોગ ઇન કરી શકશે નહીં. જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરશે, તો તેને 32 મિલિયન યુએસ ડોલર એટલે કે 2,70,36,59,200 રૂપિયા જેટલો ભારે દંડ ચૂકવવો પડશે.

આ કાયદાના અમલ માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી 2025થી કાયદાની અમલીકરણ પદ્ધતિઓનું પરીક્ષણ શરૂ થશે અને એક વર્ષમાં, આ નિયમોને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. આ કાયદાને 'સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલ' તરીકે ઓળખવામાં આવે છે અને તે યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાની અસર અંગેની ચિંતાઓ વચ્ચે રચવામાં આવ્યો છે. ફ્રાન્સ અને કેટલાક યુએસ રાજ્યોના કાયદાઓ માતા-પિતાની પરવાનગી વિના સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગને પ્રતિબંધિત કરે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના કાયદામાં સગીરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram