Canada Govt.Big Breaking: ભારતીયોને માઠી અસર કરતો કેનેડાની સરકારે શું લીધો મોટો નિર્ણય?
કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ 2025થી વિદેશી અસ્થાયી કર્મચારીઓની ભરત માટે નિયમ કડક કરી દીધા છે. તેમણે તેને 'કેનેડા ફર્સ્ટ'નું નામ આપ્યું છે. ટ્રૂડોએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કંપનીઓને નોકરીમાં હવે કેનેડાઈ નાગરિકતાને પ્રાથમિકતા આપવી પડશે.
કેનેડાની કંપનીઓએ હવે વિદેશી અસ્થાયી કર્મચારીઓને નોકરી પર રાખતા પહેલાં એ જણાવવું પડશે કે તેમને કેનેડાનો યોગ્ય નાગરિક મળ્યા નથી. ટ્રૂડોએ કહ્યું કે આ નિર્ણય 'અસ્થાયી' છે અને કેનેડાની વસ્તીમાં થઈ રહેલા વધારાને રોકવા માટે લેવામાં આવ્યો છે.રિપોર્ટ્સ પ્રમાણે ટ્રૂડો સરકારના આ નિર્ણયથી પ્રવાસીઓ અને યુવાઓની વચ્ચે બેરોજગારી વધી શકે છે. ભારતીય વિદ્યાર્થી શોપિંગ મોલ, ફૂડ સ્ટોર અને રેસ્ટોરાંમાં કામ કરી રહ્યા છે. કેનેડામાં 2023માં ભારતીય અસ્થાયી વર્કરોની સંખ્યા સૌથી વધારે હતી. કુલ 1.83 લાખ અસ્થાયી કર્મચારીઓમાંથી 27 હજાર ભારતીય હતા.