Canada Accident : કેનેડામાં કાર અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 4 ગુજરાતીના મોત

Continues below advertisement

 કેનેડાના ટોરેન્ટોમાં કારમાં આગ લાગતા ચાર ગુજરાતીઓના મોત થયા. કાર થાંભલા સાથે અથડાતા કારની બેટરી ડેમેજ થવાને કારણે તુરંત જ આગ લાગી હતી. જેમાં ત્રણ યુવક અને એક યુવતીનું મોત થયું. આ મૃતકોમાં ગોધરાના સગા ભાઈ બહેન અને આણંદ જિલ્લાના બે યુવકોનો સમાવેશ છે. કારમાં પાંચ લોકો સવાર હતા પરંતુ એક યુવતીનો બચાવ થયો. કોદરા શહેરમાં આવેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નિવૃત કર્મચારીના દીકરા નીલરાજ ગોહિલ, કેતાબા ગોહિલનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું જ્યારે અન્ય બે મૃતક આણંદ જિલ્લાના બોરસદના રહેવાસી દિગ્વિજય પટેલ અને જય સિસોદિયાનો સમાવેશ છે. જ્યારે આણંદની એક યુવતી જલક પટેલ કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો. જયરાજસિંહ સિસોદિયા ગઈકાલે ચાર મિત્રોની સાથે કેનેડાના ટોરેન્ટોના ડાઉનટાઉનથી પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે રોડ સાઈડની ગાર્ડ રેલી સાથે આ કાર અથડાઈ હતી અને ત્યારબાદ આગ ભભુકી ઉઠી હતી. આ દરમિયાન જ કારની બેટરીમાં ડેમેજ થતા તુરંત જ આગ ફાટી નીકળી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram