Israel-Lebanon conflict| ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈને આજના ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 4-10-2024
Israel-Lebanon conflict| ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈને આજના ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 4-10-2024
ઈઝરાયેલના મીડિયા અનુસાર, હિઝબુલ્લાહના વરિષ્ઠ નેતાઓની બેઠક દરમિયાન બંકર પર હુમલો કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહના નવા વડા અને હસન નસરાલ્લાહના ભાઈ હાશેમ સૈફુદ્દીનના મૃત્યુના અહેવાલો પણ છે, જો કે હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઇઝરાયેલી અધિકારીઓએ ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે તેઓએ હુમલામાં અન્ય કેટલાક લોકોને નિશાન બનાવ્યા હતા, જેમાં હાશેમ સૈફુદ્દીનનો સમાવેશ થાય છે, જેઓ હિઝબોલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા તરીકે જૂથની રાજકીય કામગીરીની દેખરેખ રાખે છે.
રોઇટર્સના રિપોર્ટ અનુસાર, સૈફુદ્દીન જેહાદ કાઉન્સિલમાં સામેલ છે, જે સૈન્ય કામગીરીનું સંચાલન કરે છે. સૈફુદ્દીન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હોવાનું જણાય છે. 2017માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.