Pager Blast Lebanon | પેજર બ્લાસ્ટથી હચમચ્યું લેબનાન, 11ના મોત; ચાર હજારથી વધુ ઘાયલ | Abp Asmita
abp asmita
Updated at:
18 Sep 2024 10:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યોના પેજરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંગળવાર (17 સપ્ટેમ્બર)ના રોજ થયેલા આ સીરિયલ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે લગભગ 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. પેજર્સમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઘાયલ થયેલા લગભગ 200 લોકોની હાલત નાજુક છે.
લેબનોને માહિતી આપી હતી કે આજે બપોરે સેંકડો હિઝબુલ્લાહ જૂથના લડાકૂઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોમ્યુનિકેશન માટે પેજરનો ઉપયોગ કરી રહ્યા હતા અને તે જ સમયે તેમણે બ્લાસ્ટ કર્યો હતો.