મોદી-અડવાણીએ ભેગા થઇને ખેંચી દોરી, પણ તકતી પરથી ન ઉઠ્યો પડદો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પાર્ટીના નવા હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન દરમિયાન એક અસહજ સ્થિતિ પેદા થઇ ગઇ હતી. વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ તકતી પરથી પડદો હટાવીને ઉદ્ધાટન કરવાનું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી હતા.
બાદમાં અડવાણી અને મોદીએ પડદો હટાવવા માટે એક સાથે દોરી ખેંચી હતી પરંતુ પડદો હટ્યો નહોતો. જોકે, થોડા સમય પછી પડદો હટ્યો નહી જેથી રાજનાથસિંહ આગળ આવ્યા હતા અને હાથથી પડદાને હટાવ્યો હતો અને તમામ લોકોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી હતી.