પ્રિયા પ્રકાશ અને બોયફ્રેન્ડે એકબીજાને હોળી પર કઈ રીતે રંગી નાંખ્યા ? જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્હીઃ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર ફરીવાર ચર્ચામાં છે. ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી 18 વર્ષીય પ્રિયા પ્રકાશ વોરિયરે ધૂમધામ રીતે હોળી મનાવી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઓનસ્ક્રીન બોયફ્રેન્ડ રોશન અબ્દુલ રાહુફ સાથે હોળી મનાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, આ રીતે અગાઉ ક્યારેય હોળી મનાવી નથી. વીડિયોમાં પ્રિયા સાથે ‘ઉરુ અદાર લવ’ ફિલ્મના અન્ય ફ્રેન્ડ્સ પણ જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં પણ પ્રિયા પ્રકાશ અને ‘ઉરુ અદાર લવ’ના એક્ટર રોશન વચ્ચે સારી કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાના પાંચ મિલિયન ફોલોઅર્સ છે જે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકબર્ગ કરતા પણ વધુ છે. નોંધનીય છે કે ફિલ્મના એક ગીતમાં પ્રિયા પોતાના બોયફ્રેન્ડને આંખ મારતી જોવા મળી રહી હતી. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
Continues below advertisement